Tuesday, December 4, 2012

જોઈ છે તમે ટોયલેટ રેસ્ટોરન્ટ, ના તો જુઓ તસવીરોમાં


ટોકિયો, 4 ડિસેમ્બર

જો તમારા મનમાં ટોયલેટ શબ્દ આવે તો તમને પહેલાં તો ગંદુ હોવાનો જ વિચાર આવે, પરંતુ આ ટોયલેટનો પણ કેટલાંક લોકો અલગ રીતે ઉપયોગ કરે છે. આજે આપણે એવી રેસ્ટોરન્ટની વાત કરી રહ્યાં છે, જેમાં કમોડમાં ચાઈનીઝ પીરસવામાં આવે છે અને લોકો પ્રેમથી ખાય પણ છે.

જાપાનમાં એક 'મોર્ડન ટોયલેટ રેસ્ટોરન્ટ' નામે રેસ્ટોરન્ટ આવેલી છે, જેની સંપૂર્ણ ડિઝાઈન ટોયલેટનાં જેવી કરેલી છે. આ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારનાં કમોડ, વોશ બેસીન અને બાથ ટબ બનેલાં છે.ફર્શથી લઈને દિવાલો સુધીની ડિઝાઈન ટોયલેટ જેવી છે. ટેબલ પર સલાડ રાખવા માટે ફ્લશ લેટરીનની સીટ તો બેસવા માટે કમોડ આકારની સીટ બનાવવામાં આવી છે.

આ રેસ્ટોરન્ટમાં તમે કોઈપણ લન્ચ કે નાસ્તાનો ઓર્ડર આપશો તો તેની ડિશ તમને કમોડ કે બાથટબ આકારની જ જોવા મળશે. તમને જાણીને આશ્ચર્યં થશે કે આ રેસ્ટોરન્ટ જાપાનની ટોચની રેસ્ટોરન્ટમાંની એક છે, જેની શાખા તાઈવાન અને હોંગકોંગમાં છે અને તેનાં ગ્રાહકોની સંખ્યા પણ બમણી છે.